કોરોના બાદ જોબમાં ટકી રહેવા માટે પ્રોફેસર એરોલ ડિસોઝાની ટિપ્સ...
જોબ હવે પહેલા જેવી નથી રહી. તેમાં ઘણા બદલાવ આવ્યા છે, ગમે તેટલી મોટી કંપની પણ હવે તેમની જોબ પ્રોફાઈલ માટે આંત્રપ્રિન્યોરની શોધમાં હોય છે.
9 થી 5 ની જોબ કરવાવાળા બહુ લાંબો સમય સુધી સર્વાઈવ નહિ કરી શકે. તેઓએ પોતાની સ્કિલને અપડેટ કરીને સંસ્થાના હિત માટે કામ કરવું પડશે. તો જ ટકી શકશે.
એક જ સ્કિલ સાથે લાંબા સમયથી એક જ જગ્યાએ કામ કરી રહેલા લોકો માટે સૌથી મોટો પડકાર છે. ટકી રહેવા માટે પોતાના નોલેજ અને સ્કિલમાં વધારો કરવો જ પડશે.
હાલમાં જોબ કરતા દરેક વ્યક્તિએ કમ્યુનિકેશન સ્કિલ, સોફટ સ્કિલ અને ટેકનિકલ સ્કિલ અપડેટ કરવી જ પડશે. એક સ્કિલથી તે કરિયરમાં આગળ નહિ વધી શકે.
સેલ્સ, માર્કેટિંગ, ફાઈનાન્સ જેવા ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ લોકોએ મલ્ટિટાસ્કિંગ કરવું પડશે, હાલના સમયમાં કોઈ વ્યક્તિ બોસ નથી. દરેક વ્યક્તિએ દરરોજ કંઈ શીખતા રહેવું પડશે.